હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકની અડફેટે બાઈકચાલકનું મોત
- મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસની કાર્યવાહી
- સોલડીથી ધ્રાંગધ્રા જતા રાજપરના યુવકને અકસ્માત નડયો
ધ્રાંગધ્રા : હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજપર ગામે રહેતા હરેશભાઈ માવજીભાઈ સજાણી (ઉં.વ.૨૫) બાઈક લઈને સોલડીથી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ટોલનાકા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.