Get The App

ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ચોટીલા નેશનલ હાઈવે પર ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત 1 - image


- ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ 

- રોંગ સાઈડમાં જઈ રહેલા મોટી મોરસલ ગામના બાઈકચાલકને અકસ્માત નડયો

સુરેન્દ્રનગર : ચોટીલા નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં જઈ રહેલા મોટી મોરસલ ગામના બાઈકચાલકનું ટ્રકની ટક્કરે મોત નિપજ્યું હતું. બાઈકની નંબરપ્લેટના આધારે પરિવારે મૃતકની ઓળખ કરી હતી. આ અંગે ચોટીલા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે રહેતા ભરતભાઇ છનાભાઇ મકવાણા બાઇક લઇ ચોટીલા નેશનલ હાઇવે પર પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવી રસ્તો ક્રોસ કરવા માટે થોડે દૂર સુધી રોંગ સાઇડમાં બાઇક ચલાવી જઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રક સાથે બાઇક અથડાઈ હતી. 

જેમાં બાઈક ચાલક ભરતભાઇ નીચે પટકાતા માથાના અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનોએ બાઇકના નંબરના આધારે મૃતકની ઓળખ કરી હતી.

જેથી લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે મૃતકના કાકાએ ચોટીલા પોલીસ મથકે ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News