Get The App

લક્ઝરી બસે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
લક્ઝરી બસે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત 1 - image


- ચોટીલા આણંદપુર ચાર રસ્તા પાસે 

- આધેડ ઘરેથી લાકડા કાપવા માટે જતાં હતા : રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ

સુરેન્દ્રનગર : ચોટીલા આણંદપુર ચાર રસ્તા પાસે લક્ઝરી બસના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું રાજકોટ સારવાર વખતે મોત નિપજ્યું હતું. પોલીસે લક્ઝરી બસના ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ચોટીલા તાલુકાના નાળીયેરી ગામે રહેતા અરજણભાઇ મોહનભાઇ ઝાપડીયા ઘરેથી બાઇક લઇ ચોટીલા તરફ લાકડા કાપવા માટે જતાં હતાં. તે દરમિયાન આણંદપુર ચાર રસ્તા પાસે એક લક્ઝરી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અરજણભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં પરંતુ, સારવાર કારગત ન નિવડતા અરજણભાઇનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ મામલે મૃતકના પુત્ર સંજયભાઇએ લક્ઝરી બસના ચાલક વિરૃધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News