Get The App

વલસાડ-જુનાગઢ રૂટની એસટી બસમાંથી બિયરના ટીન ઝડપાયા

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
વલસાડ-જુનાગઢ રૂટની એસટી બસમાંથી બિયરના ટીન ઝડપાયા 1 - image


- એસટી વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું 

- ડ્રાઈવર દમણથી બિયરની ખરીદી કરીને લાવ્યો હોવાની કબુલાત 

સુરેન્દ્રનગર : ચોટીલા નેશનલ હાઇવે પર રાજકોટ એસટી વિભાગની ટીમે જુનાગઢ-વલસાડ રૂટની બસને અટકાવી તલાશી લેતા બસના ડ્રાઇવરની સીટ પાછળ જ બીયરના ટીન ભરેલો થેલો મળી આવ્યો હતો. એસટી વિભાગની ટીમે ડ્રાઇવર પાસેથી ૧૮ બીયરના ટીન સહીતનો મુદ્દામાલ ઝડપી લઇ એસટી બસના ડ્રાઇવર વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ એસટી વિભાગીય કચેરીની ટીમ દ્વારા ચોટીલા હાઇવે પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જુનાગઢ-વલસાડ રૂટની બસ ચોટીલા હાઇવે પરથી પસાર થતાં બસને અટકાવીને ચેકીંગ હાથ ધરતા બસના કંડક્ટર પાસે રહેલા મશીન મુજબ મુસાફરોની ગણતરી કરતા ટીકીટ મુજબના પેસેન્જર હતા.

 જ્યારે ડ્રાઇવરની સીટ પાછળ રહેલા એક શંકાસ્પદ થેલાને ચેક કરતા તેમાંથી ૧૮ બીયરના ટીન મળી આવ્યા હતા. આથી ચેકીંગ ટીમ દ્વારા બસને ચોટીલા પોલીસ મથકે લઇ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા જુનાગઢ વલસાડ રૂટની બસના ચાલક હર્ષદભાઇ હરિભાઇ બારૈયાની પુછપરછ કરતા આ બીયરનો જથ્થો તેનો હોવાની કબુલાત કરી હતી.

તેમજ દમણથી બીયરનો જથ્થો ખરીદી કરી પોતાના ઘરે લઇ જતો હોવાની કબુલાત કરતા પોલીસે બસના ચાલક હર્ષદભાઇ બારૈયા વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News