ચોટીલામાં હથિયાર સાથેનો ફોટો શેર કરનાર શખ્સની ધરપકડ
- ખેરડીના શખ્સને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી ભારે પડી
- પોલીસે હથિયારના પરવાનેદારની પણ ધરપકડ કરી બે સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર ચોટીલાના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ફોટો વાયરલ કરનાર તેમજ હથિયારના પરવાનેદાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ચોટીલા તાલુકાના ખેરડી ગામના કિશોરભાઇ વજાભાઇ કોબીયાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર હથિયાર સાથેનો ફોટો વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પરની પોસ્ટની જાણ થતાં ચોટીલા પોલીસે કિશોરભાઇની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબુલાત કરી હતી કે આ હથિયાર સાયલા તાલુકાના દેવગઢ ગામના રણછોડભાઈ વિઠ્ઠલભાઈ સાકરીયાનું છે. કિશોરભાઇ દેવગઢ ગામે રહેતો હતો ત્યારે તેને આ ફોટો પાડયો હતો. કિશોરભાઇએ કબુલાત કરતા ચોટીલા પોલીસે કિશોરભાઇ વજાભાઇ કોબીયા અને હથિયારના પરવાનેદાર રણછોડભાઈ વિઠ્ઠલભાઈ સાકરીયા વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.