Get The App

વઢવાણની સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
વઢવાણની સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ 1 - image


- છેલ્લા એક વર્ષથી શારીરિક શોષણ કરતા હતા

- પોક્સો, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : વઢવાણ પંથકમાં ૧૬ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર સગા ફુવા સહિતના પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. 

વઢવાણ પંથકમાં રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરા પર સગા ફુવા સહિત પાંચ શખ્સો દ્વારા અવાર-નવાર જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. અંતે સગીરાને ૬ મહિનાનો ગર્ભ રહી જતા મામલો બહાર આવતા પરિવારજનોને સગીરાએ જાણ કરી હતી.

 જે મામલે ભોગ બનનાર સગીરાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ પોક્સો, જાનથી મારી નાંખવાની ધમકી અને અપહરણની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 જેમાં વઢવાણ પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર તમામ પાંચ શખ્સો રફીકભાઈ ઉર્ફે મુન્નો અલ્લારખ્ખાભાઈ (ફુવા), સમીર જહાંગીર મલેક, શાહરૂખ જહાંગીર મલેક, અલ્ફાન સીપાઈ અને  અવેશ અબ્દુલભાઈ ચૌહાણને ઝડપી પાડયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News