Get The App

ચોટીલા હાઈવે પર લોખંડના સળીયા ભરેલું બીનવારસી ટ્રેલર ઝડપાયું

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ચોટીલા હાઈવે પર લોખંડના સળીયા ભરેલું બીનવારસી ટ્રેલર ઝડપાયું 1 - image


- 9 લાખના સળીયા અને ટ્રેલર જપ્ત

- 20 ટન લોખંડના સળીયાની ગેરકાયદે હેરાફેરી થતી હોવાની શંકા  

સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસે હાઈવે પરથી બીનવારસી ટ્રેલરમાંથી ૨૦ ટન લોખંડના સળીયા ઝડપી પાડયા હતા. પોલીસે રૃ. ૯ લાખના લોખંડના સળીયા જપ્ત કરી ટ્રેલર ચાલક સહિતનાની શોધખોળ હાથ ધરી છે. બીલ કે આધારપુરાવ વગરના લોખંડના સળીયા મળી આવતા ચોરી કે છેતરપિંડીથી હેરાફેરી કરાતી હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે. 

ચોટીલા પોલીસ અમદાવાદ- રાજકોટ હાઈવે પર નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હાઈવે પર આવેલા મઘરીખડા ગામના પાટીયાથી આગળ આવેલી હોટલની સામેના ભાગે એક ટ્રેલર બિનવારસી હાલતમાં પડયું હતું. 

તેમાં લોખંડના સળીયાના બે ભારા નીચે જમીન પર લટકતી હાલતમાં જણાઈ આવતા પોલીસ ટીમે ત્યાં જઈ તપાસ કરતા સળીયાનો વજન અંદાજે ૨૦ ટન જેટલો જણાઈ આવ્યો હતો. જોકે,  ટ્રેલરચાલક કે કોઈ વ્યક્તિ આસપાસ નજર પડયો નહોતો. 

આથી પોલીસે રૃા.૯ લાખની કિંમતના લોખંડના સળીયા તેમજ ટ્રેલર મળી કુલ રૃા.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં લોખંડના સળીયાનું બિલ કે કોઈ માન્ય આધાર પુરાવા મળી ન આવતાં ચોરી કે છેતરપીંડીથી લોખંડના સળીયાની હેરાફેરી કરવામાં આવતી હોવાનું અનુમાન સેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 



Google NewsGoogle News