ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામની સીમમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું
- બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લેવાયા
- અમેરીકન નાગરિકોનો ફોન પર સંપર્ક કરી ડોલર મેળવી છેતરપિંડી કરતા હતા
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકા હિરાપુર ગામની સીમમાં આવેલ એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડયું હતું .અને સ્થળ પરથી બે મહિલા સહિત ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા .જ્યાર અન્ય એક શખ્સ હાજર મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામની સીમમાં સર્વે નં.૩૦માં આવેલ કુબેર ફાર્મ હાઉસમાં અમદાવાદના અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરીકોનો સંપર્ક કરી તેમની પાસેથી અમેરીકન ડોલર તેમજ ડીઝીટલ કરન્સીના બદલામાં વર્ચ્યુઅલ રીતે રોકડ રકમ મેળવી છેતરપીંડી કરતા હોવાની બાતમીના આધારે ટીમ સાથે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રેઈડ કરી હતી .
જે દરમ્યાન બે મહિલા અને બે વ્યક્તિને સ્થળ પરથી ઝડપી પાડયા હતા .જ્યારે અન્ય એક શખ્સ હાજર મળી આવ્યો નહોતો. ઝડપાયેલ શખ્સોની પુછપરછ કરતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉભું કર્યું હતું અને માઈક્રો એસઆઈપી કોલ્સ સોફટવેર દ્વારા કોલ રીસીવડ કરી અમેરીકન નાગરીકોને વાયરસ દુર કરવા એન્ટીવાયરસ સોફટવેર નાંખવા બાબતે એમની સાથે ડેસ્ક તથા ટીમ વ્યુવર દ્વારા સ્કાઈપ નંબર દ્વારા અમેરીકન નાગરીક પાસેથી ડીઝીટલ કરન્સીમાં સેફપાલ વર્ચ્યુઅલ એકાઉન્ટ મારફતે ડોલર મેળવી છેતરપીંડી કરતા હોવાની કબુલાત કરી હતી .
અને કુલ રૂા.૬.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ બે મહિલા અને બે પુરૂષો તેમજ હાજર મળી ન આવેલ અમદાવાદના શખ્સ સહિત પાંચ શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બોક્ષ-૧ ઃ ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ઝડપાયેલ આરોપીઓ
(૧) દિનેશભાઈ રવીભાઈ મુદલીયા રહે.હિરાપુર તા.ધ્રાંગધ્રા મુળ રહે. અમદાવાદ (જમીન માલીક)
(૨) નિતેન્દ્ર દેવેન્દ્ર આચાર્ય રહે.હિરાપુર તા.ધ્રાંગધ્રા મુળ રહે.ખડપુર પશ્ચીમ બંગાળ
(૩) સંજનાબેન રાજકુમાર દેવગીરીકર રહે.હિરાપુર તા.ધ્રાંગધ્રા મુળ રહે.ન્યુ દિલ્હી
(૪) પ્રેમાબેન આકાશકુમાર શર્મા રહે.હિરાપુર તા.ધ્રાંગધ્રા મુળ રહે.લખનઉ (યુ.પી.)
(૫) વત્સલ સોની રહે.અમદાવાદ (હાજર મળી ન આવેલ આરોપી)
બોક્ષ-૨ ઃ કોલ સેન્ટરમાંથી ઝડપાયેલ મુદ્દામાલ
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટરમાંથી ૩-લેપટોપ, ૧- ડેસ્કટોપ કોમ્પ્યુટર , ૩-આઈફોન મોબાઈલ , ૧-એન્ડ્રોઈડ મોબાઈલઅને કાર મળી કુલ રૂા.૬.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.