Get The App

લખતરની સ્કૂલની કારને ડમ્પરચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
લખતરની સ્કૂલની કારને ડમ્પરચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો 1 - image


- શિક્ષિકાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા

સુરેન્દ્રનગર : લખતર વિરમગામ હાઇવે ઉપર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર સુરેન્દ્રનગર હાઇવે પર લખતર અને ઝમર વચ્ચે આવેલ સરઘરા ડેમ નજીક સુરેન્દ્રનગર તરફથી સેન્ટ જોસેફ સ્કૂલની કાર સ્ટાફ સાથે લખતર તરફ આવી રહ્યા હતા. 

ત્યારે સરઘરા ડેમ નજીક પાછળથી આવતા ડમ્પરે કારને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં આવેલ ખાડમાં ખાબકી હતી. જેમાં સ્કૂલના બે સિસ્ટરને ડ્રાઇવર સવાર હતા કારમાંથી ત્રણેય લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા.

 જેમાં સિસ્ટર લીયાબેનને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી વાહન મારફતે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા જ્યારે ડમ્પરચાલક અકસ્માત બાદ નાસી છુટયો હતો જે અંગેની જાણ થતાં લખતર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નાસી છુટેલ ડમ્પરચાલકને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી જ્યારે અકસ્માતગ્રસ્ત કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.


Google NewsGoogle News