ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાંથી ત્યજી દીધેલી બાળકી મળી, એક અઠવાડિયામાં બીજી ઘટના

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
Dhrangadhra


Dhrangadhra Haripar News : સુરેન્દ્રનગર જિલ્લામાં જન્મ આપ્યા બાદ નવજાત બાળકોને ત્યજી દેવાના બનાવો વધી રહ્યાં છે. થોડા દિવસો પહેલા મુળીના લીયા ગામની સીમમાંથી ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે હવે ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાંથી ત્યજી દીધેલી હાલતમાં જીવીત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેની જાણ સ્થાનીકોએ તંત્રને કરતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાળકી જમીનમાં અડધી દાટેલી હતી

ધ્રાંગધ્રાના હરિપુર ગામની સીમમાં સાંજના સમયે માલધારી ઢોર ચરાવી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈ નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યાં આસપાસ તપાસ કરતા એક નવજાત જીવીત બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. જેની જાણ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે બાળકીનો કબજો લઈ સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. ડોક્ટરે હતું કે, 'sબાળકીનો જન્મ થોડા કલાકો પહેલા જ થયો છે અને હાલ સ્વસ્થ છે.'

આ પણ વાંચો : અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 5 લોકોની ધરપકડ, કડક કાર્યવાહી કરવા આદેશ!

પોલીસે તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, એક જ અઠવાડિયામાં બીજી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં બાળકીને ત્યજી દેનાર માતા-પિતા સહિતનાઓ સામે ઠેરઠેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. પોલીસે બાળકીને ત્યજી દેનાર માતા-પિતાની શોધખોળ હાથધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ મહિલાએ પોતાનું કુકર્મ છુપાવવા બાળકીને જન્મ આપ્યા બાદ ત્યજી દીધી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.


Google NewsGoogle News