Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાંથી 65 એસટી બસો સરકારી કાર્યક્રમમાં ફાળવતા હાલાકી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાંથી 65 એસટી બસો સરકારી કાર્યક્રમમાં ફાળવતા હાલાકી 1 - image


- ખાનગી વાહનોમાં મુસાફરી કરવા લોકો મજબૂર

- ગ્રામ્ય વિસ્તારના કેટલાક રૂટ કેન્સલ કરાતા મુસાફરોમાં રોષ

સુરેન્દ્રનગર : રાજકોટ અને દ્વારકા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માટે સુરેન્દ્રનગર જિલ્લાના ૩ ડેપોની ૬૫ બસો ફાળવવામાં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. સુરેન્દ્રનગર ડેપોની ૩૦, ધ્રાંગધ્રાની ૨૦ અને લીંબડી ડેપોની ૧૫ બસો ફાળવવામાં આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના રૂટ કેન્સલ કરી બસો ફાળવવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં મુસાફરોને હાલાકી પડી રહી છે. 

રાજકોટ અને દ્વારા ખાતે વડાપ્રધાન દ્વારા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકોને સભાસ્થળે લાવવા લઇ જવા માટે એસટી બસોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૬૫ એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. 

જેમાં સુરેન્દ્રનગર ડેપોની-૩૦ બસ, ધ્રાંગધ્રા ડેપોની-૨૦ બસ અને લીંબડી ડેપોની-૧૫ બસ ફાળવવામાં આવતા જિલ્લામાંથી કુલ ૬૫ બસો સરકારી કાર્યક્રમ માટે મોકલવામાં આવી છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રૂટ કેન્સલ કરવામાં આવ્યા છે.

 જેથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને મુસાફરી કરવા માટે ખાનગી વાહનોનો આશરો લેવા મજબૂર બન્યા છે. જેથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


Google NewsGoogle News