ચોટીલા તા.પં.ના કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર
- કોંગ્રેસ શાસિત તા.પં.માં રાજકારણ ગરમાયું
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી બેઠકમાં 4 સામે 9 સદસ્યોના મત પ્રસ્તાવ પાસ થતા ગરમાવો
ચોટીલા તા.17 જુલાઈ 2019, બુધવાર
ચોટીલા તાલુકા પંચાયત પ્રમુખ ખોડાભાઇ ખોરાણી વિરૂધ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ ને લઈને બુધવારના પંચાયત કચેરીનાં ચુસ્ત પોલીસ વચ્ચે યોજાયેલ ખાસ બેઠકમાં નવ સભ્યોના મત થી પ્રસ્તાવ પાસ થતા તાલુકાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
કોગ્રેસ શાસિત તાલુકા પંચાયત આમ પણ લધુમતીમાં મુકાય ગયેલ હતી જેમા મુળ ૧૮ બેઠકનું કુલ બોર્ડ ધરાવે છે જેમા બામણબોર સીટ રાજકોટ જિલ્લામાં સમાવેશ થતા તે સીટનાં મહિલા સદસ્ય અને ઉપ પ્રમુખને રાજકોટમાં મોકલતા વર્તમાન ૧૭ બેઠક થયેલ હતી જેમા ચાર બેઠકની પેટા ચૂટણી આવેલ છે તેથી હાલનાં સમયે કુલ ૧૩ સદસ્ય સંખ્યા થયેલ છે જેથી કોગ્રેસ હાલનાં સમયે લધુમતીમાં મુકાતા ૧૭-૭નાં અવિશ્વાસ પ્રસ્તાવ સામે વિશ્ચાસનો મત પ્રાપ્ત કરવા ખાસ બેઠક બોલાવવામાં આવેલ હતી જેમા દરખાસ્ત ની તરફેણમાં ૧ કોગ્રેસનાં, ૨ અપક્ષ અને ૬ ભાજપનાં સદસ્યોએ તેમનો મત રાખતા પ્રમુખ સહિત ૪ સામે પ્રસ્તાવ પાસ થયેલ હતો.
હાલ ચોટીલા તા. પં ની ૪ બેઠકની પેટા ચુંટણીમાં આદર્શ આચાર સહિતનાં અમલમાં હોવાથી આજની સભા અંગે જવાબદાર અધિકારીઓએ મિડીયા સમક્ષ તેમના મો સીવી લીધા હતા જોકે દરખાસ્ત પસાર થતા પંચાયત બહાર રજુઆત કર્તા જુથ દ્વારા ફટાકડા ફોડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે
અવિશ્વાસ બાબતે મારી કોઇ રજુઆત સાંભળી નથી : પ્રમુખ
બેઠક પુરી થયા બાદ જેઓની વિરૂધ્ધમાં દરખાસ્ત રજુ થયેલ તે પ્રમુખે તાલુકા વિકાસ અધિકારીને લેખિત આપી રજુઆત કરેલ છે કે સામાન્ય સભામાં મારી સામે થયેલ અવિશ્વાસ બાબતે મારી કોઇ રજુઆત સાંભળવામાં આવેલ નથી તે થી જે હકિકત હોય તે પ્રોસિડીંગમાં સમાવવા જણાવેલ છે તેમજ સભાખંડ યોજાયેલ ખાસ સભાની વિડીયોગ્રાફિ અને સીસીટીવી ફુટેજની સીડી ની માંગ કરેલ છે.