સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરાઈ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરાઈ 1 - image


- જિલ્લા મેજિસ્ટ્રેટે પાસાનું વોરંટ ઈસ્યુ કરતા

- એલસીબીએ શખ્સની ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન, બી-ડિવિઝન અને મુળી સહીતના પોલીસ મથકે નોંધાયેલા પાંચ ગુનામાં સંડોવાયેલા શખ્સ વિરૂદ્ધ સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે પાસાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપવામાં આવતા એલસીબી પોલીસ ટીમે આરોપીની ધરપકડ કરી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો.

સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં ઝઘડો કરવાના ગુનામાં રતનપરમાં રહેતા રામભાઇ ઉર્ફે કાનો રાણાભાઇ ગમારાનું નામ ખુલ્લુ હતું. આ સિવાય પણ રામભાઇ વિરૂદ્ધ બી-ડિવિઝન, જોરાવરનગર અને મુળી પોલીસ મથક સહીતના પોલીસ મથકે કુલ પાંચ ગુનાઓ નોંધાયા છે. 

આમ આરોપી રામભાઇ ગમારા સતત ગુનાખોરી કરવાની ટેવવાળો હોય સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી દ્વારા આરોપી વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરાવી સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી.

જેથી સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્તને મંજૂરી આપી પાસાનું વોરંટ ઇસ્યુ કરતા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો.


Google NewsGoogle News