ચોટીલામાં મારમારીમાં મોત કેસમાં આરોપીને આજીવન કેદની સજા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ચોટીલામાં મારમારીમાં મોત કેસમાં આરોપીને આજીવન કેદની સજા 1 - image


- સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ કોર્ટનો ચૂકાદો 

- વર્ષ 2017 માં વડિલોપાર્જિત મિલકત બાબતે છરીના ઘા ઝીંકીને શખ્સનું મોત નિપજ્યુ હતું 

સુરેન્દ્રનગર : ચોટીલામાં ૨૦૧૭ માં બસ સ્ટેન્ડ રોડ પર એક જ પરિવારના બે પિતરાઇ ભાઇઓ વચ્ચે વડિલોપાર્જિક મિલકત બાબતે મારામારીમાં એકનું મોત નિપજ્યું હતું. આ કેસમાં આરોપીને સુરેન્દ્રનગર એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો છે. 

 ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. 

જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ  ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.



Google NewsGoogle News