દારૂના ગુનામાં 3 માસથી ફરાર આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
દારૂના ગુનામાં 3 માસથી ફરાર આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો 1 - image


- સુરેન્દ્રનગર અને મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થયો હતો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને મુળીમાં પ્રોહિબીશનના ગુનામાં ત્રણ માસથી ફરાર આરોપીને તેના રહેણાંક મકાનમાંથી મુળી પોલીસે ઝડપી પાડયો હતો. 

સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન તેમજ મુળી પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પર રહેતા કુલદીપસિંહ ઉર્ફે મયુરસિંહ અખુભા સીસોદીયાનું નામ ખુલ્લુ હતું. પરંતુ જ્યારથી પોલીસ ફરિયાદ નોંધાઇ ત્યારથી પોલીસ ધરપકડથી બચવા આરોપી નાસતો ફરતો હતો.

ત્યારે ત્રણ માસથી ફરાર આરોપી કુલદીપસિંહ સીસોદીયા સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને હોવાની બાતમીના આધારે મુળી પોલીસે દરોડો કરી આરોપીને ઝડપી લીધો હતો. 


Google NewsGoogle News