સુરેન્દ્રનગરમાં આપ દ્વારા લાઠીચાર્જનો વિરોધ કરાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં પક્ષના નેતાઓ ઉપર થયેલા લાઠીચાર્જનો વિરોધ કરાયો હતો.
સરકારી ભરતીમાં પેપરલીક થવાના મામલે વિરોધ પ્રદર્શીત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા, ઈસુદાનભાઈ ગઢવી વિગેરે ઉપર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પોલીસે અટકાવી લાઠીચાર્જ કરતા સુરેન્દ્રનગર આમ આદમીપાર્ટીના કાર્યકરોએ ચક્કાજામ કરી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.