ચોટીલા તાલુકાની યુવતી સાથે માલિયાલણના યુવકે દુષ્કર્મ આચર્યું

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
ચોટીલા તાલુકાની યુવતી સાથે માલિયાલણના યુવકે દુષ્કર્મ આચર્યું 1 - image


- હાથે સિગારેટના ડામ અને બ્લેડ માર્યા

- બળજબરીથી ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી રાજકોટના શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યાની તથા માર માર્યાની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી રાજકોટના માલિયાસણના નરેશ દિનેશભાઈ ચાવડા સાથે સાત માસ પહેલા સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીને ચોટીલાના ધરતી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આર્ચયુ હતું. જેમાં યુવતી ગર્ભવતી બની હતી. 

આ અંગેની જાણ યુવકને થતાં યુવતીને રાજકોટના નવાગામ ખાતે લઈ જઈ બળજબરીપૂર્વક ગર્ભપાતની ગોળીઓ ખવડાવી દઈ ગર્ભપાત કરાવી નાખ્યો હતો અને યુવતીના હાથે સીગારેટના ડામ દઈ બ્લેડથી ચેકા મારી માર માર્યો હતો. આ બનાવની ચોટીલા પોલીસ મથકે યુવતીએ રાજકોટના માલિયાસણના નરેશ દિનેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News