કારખાનાંના કન્વેયર બેલ્ટમાં હાથ ફસાઇ જતાં યુવાનનું મોત

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
કારખાનાંના કન્વેયર બેલ્ટમાં હાથ ફસાઇ જતાં યુવાનનું મોત 1 - image


- વાંકાનેર તાલુકાના જેતપરડ ગામ પાસેના 

- સરતાનપર ગામે સિરામિક ફેક્ટરીમાં ચક્કર આવતા પટકાતા માથાના ભાગે ઇજા થવાથી યુવાનનું મોત

મોરબી : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.દરમિયાન શ્રમિક યુવાનનું મોત થયું હતું. જ્યારે વાંકાનેરના સરતાનપર ગામે આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા યુવાનને ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના વતની અને હાલ જેતપરડા રોડ પર આવેલ એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રા. લી. કારખાનાની ઓરડીમાં રહીને મજુરી કરતા કિશન નરાભાઈ બીલવાલ (ઉ.વ.૨૪) નામના યુવાન બોઈલર વિભાગમાં કામ કરતા હોય. ત્યારે કન્વેયર બેલ્ટમાં કોલસો નાખતી વેળાએ અચાનક અકસ્માતે હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મૂળ ઝારખંડના વતની અને હાલ સરતાનપર નજીક આવેલ કમાન્ડર સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા રાયસન લખન હાસવ (ઉ.વ.૩૭) નામના યુવાનને ફેકટરીમાં ચક્કર આવતા પડી જતા માથાના પાછળના ભાગે ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News