કટારિયાના પાટિયા પાસે આઈશર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
કટારિયાના પાટિયા પાસે આઈશર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત 1 - image


લીંબડી- અમદાવાદ હાઈવે ઉપર આવેલા

કટારિયાના યુવાન મિત્ર સાથે હાઈવેની હોટેલે ચા પીવા ચાલતા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

લીંબડી: લીંબડી- અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા પાસે આઈશર ચાલકે હડફેટે લેતા કટારિયા ગામના યુવાનનું મોત થયું છે. પોલીસે આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

કટારિયા ગામે રહેતાં કીરીટભાઈ ધનશયામભાઈ ચૌહાણ અને તેમના મિત્ર રણજીતભાઈ વજાભાઈ મેર (ઉં.વ. ૪૮) રાત્રીના સમયે ગામની બહાર હાઈવે પર આવેલી હોટલે ચા પીવા માટે ચાલતા ચાલતા નીકળ્યા હતા. તે સમયે કટારિયા ગામના પાટિયા પાસે છિકણી કલરના આઈશર ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવીને રણજીતભાઈ મેરને હડફેટે લઈ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જ્યારે રણજીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ હોસ્પિટલના હાજર તબીબે તેમને મૃત જાહેર કરતાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. આ બનાવ અંગે પાણશીણા પોલીસે છિકણી કલરના આઈશર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News