Get The App

વઢવાણમાં વ્યાજખોરોના ત્રાસથી કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વઢવાણમાં વ્યાજખોરોના ત્રાસથી કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી 1 - image


- સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ 

- મહિને 5 થી 15 ટકા વ્યાજ ઉઘરાવતા મહિલા સહીત પાંચ વ્યાજખોરો સામે ફરીયાદ

સુરેન્દ્રનગર : વઢવાણમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને અલગ અલગ કારણોસર વઢવાણના જ મહિલા સહીત કુલ પાંચ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જે રકમના વ્યાજ તેમજ મુળ રકમ માટે પાંચેય વ્યક્તિઓ દ્વારા યુવાનને ગાળો આપી ધાકધમકી આપતા યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાયે ખસેડવામાં આવ્યો હતો.  પઠાણી ઉઘરાણી કરનાર મહિલા સહીતના કુલ પાંચ વ્યાજખોરો સામે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણની રામ સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા સંજયભાઈ જગદીશભાઈ પરમારને એક વર્ષ પહેલા નાણાંની જરૃરિયાત ઉભી થઈ હતી. 

વઢવાણ શિયાણીપોળ વિસ્તારમાં આવેલ રામ સોસાયટીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ પરમાર કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. સંજયભાઇને અંદાજે એક વર્ષ પહેલા મજૂરોને પગાર ચૂકવવામાં માટે તેમજ અન્ય કારણોસર રૃપિયાની જરૃરિયાત પડતા ભાવનાબેન સંજયભાઇ ચાવડા(રહે. વઢવાણ), વિજયભાઇ ચાવડા(રહે. રામપરા), ગજુભાઇ ખેર(રહે. ખોડુ), દેવરાજભાઇ ગઢવી (રહે. સાંકડી શેરી વઢવાણ) અને અખ્તરભાઇ વાઘેલા (રહે. દાજીભાઇની દુકાન નજીક) પાસેથી અલગ અલગ વ્યાજના દરે અંદાજે કુલ રૃપિયા ૩ લાખ જેટલી રકમ લીધી હતી. સંજયભાઇ દ્વારા વ્યાજે લીધેલી રકમનું ઓનલાઈન તેમજ રોકડમાં વ્યાજ ચૂકવવામાં આવતું હતું છતાં વ્યાજે રૃપિયા ધીરનાર શખ્સો દ્વારા વ્યાજ તેમજ મુડીની રકમ માટે સંજયભાઇને અવારનવાર ફોન કરી ગાળો આપી ધમકી આપતા હતા. વ્યાજખોરોના માનસિક ત્રાસથી  સંજયભાઇએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આ અંગે તેમના પરિવારજનોને જાણ થતાં સંજયભાઇને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સંજયભાઇએ આ મામલે કુલ પાંચ વ્યક્તિઓ વિરૃધ્ધ વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ગનોે નોંધી કામગીરી હાથ ધરી છે.

૫ ટકાથી લઇ ૧૩ ટકા કરતા પણ વધુ વ્યાજ વસુલ્યું

સંજયભાઇએ અલગ અલગ શખ્સો પાસેથી જે નાણાં વ્યાજે લીધા હતા તેમાં ૫ ટકાથી લઇ ૧૩ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલ કરવામાં આવતું હતું જ્યારે અમુક વ્યાજખોરો દ્વારા તો દર પાંચ દિવસે વ્યાજ વસુલ કરતા સંજયભાઇ વ્યાજન વમળમાં ફસાઇ ગયાં હતાં.



Google NewsGoogle News