સુદામડાના ખનીજ ચોરીના મુખ્ય સુત્રધારનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સુદામડાના ખનીજ ચોરીના મુખ્ય સુત્રધારનો હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ 1 - image


- પરવાનો ના હોવાથી કાર્યવાહી 

સુરેન્દ્રનગર : સાયલાના સુદામડામાં ઝડપાયેલા ખનીજચોરીના મુખ્ય સુત્રધારે બંદૂકમાંથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે મામલે સાયલા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુદામડા ગામની સીમમાં રૂા.૨૬૮ કરોડની ખનીજચોરી ઝડપાઇ હતી. જેમાં સુદામડાના કુલદીપ સોતાજભાઇ યાદવનું નામ ખુલ્યુ હતુ અને કુલદીપ સહીત કુલ ૪ વ્યક્તિઓ  વિરૂધ્ધ સાયલા પોલીસ મથકે ખનીજચોરી અંગેની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે કુલદીપ યાદવે થોડા સમય અગાઉ હથિયારમાંથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

જે મામલે કુલદીપ હથિયારનો પરવાનો ન ધરાવતો હોવા છતાં બાર બોરની બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા આ મામલે કુલદીપ સોતાજ યાદવ વિરૂધ્ધ સાયલા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News