વઢવાણના બે પોલીસ કર્મી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
વઢવાણના બે પોલીસ કર્મી વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ 1 - image


વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી 

ગેબનશાપીર સર્કલ પાસે પોલીસ કર્મી અને જીઆરડી જવાન વચ્ચે મારામારી 

સુરેન્દ્રનગર: વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે પોલીસ ચોકી નજીક એક પોલીસ કર્મચારી અને જીઆરડી જવાન વચ્ચે કોઈ કારણોસર મારામારી કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે છેલ્લા ઘણા વર્ષોથી વાહનોના ચેકીંગ માટે વઢવાણ પોલીસ મથકના તાબાની પોલીસ ચોકી કાર્યરત છે. તાજેતરમાં આ પોલીસ ચોકી પાસે જ ફરજ પરના એક પોલીસ કર્મચારી અને જીઆરડી જવાન વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને મારામારી કરતા હોય તેવો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.

 જો કે આ વિડિયો કેટલો જુનો છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નહોતી. ઉપરાંત વાયરલ વિડિયોમાં બન્ને જવાનો અપશબ્દો ઉચ્ચારતા હોય તેમ જણાઈ આવ્યું હતું. વાયરલ વિડિયોમાં દીન-દહાડે ફરજ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ બાખડતા નજરે પડતા પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાહન ચેકીંગ દરમિયાન હપ્તા વસુલી બાબતે બન્ને પોલીસ કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વિડિયોના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News