સાયલા- ચોટીલા હાઈવે પરથી 56.87 લાખના દારૂ સાથે ટ્રક ઝડપાઇ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
સાયલા- ચોટીલા હાઈવે પરથી 56.87 લાખના દારૂ સાથે ટ્રક ઝડપાઇ 1 - image


- મગફળીની આડમાં મંગળવારે દારૂની 4,933 બોટલો પકડાઈ હતી

- 13 હજાર દારૂની બોટલો સાથે ઉત્તર પ્રદેશના ડ્રાઈવર-ક્લિનરની ધરપકડ : સતત બીજા દિવસે દારૂ પકડાતા અનેક સવાલો

સાયલા : સાયલામાંથી મંગળવારે મગફળીની આડમાં લઈ જવાતો દારૂની ૪૯૬૬ બોટલના જથ્થા સાથે શખ્સ પકડાયા બાદ બુધવારે ફરીથી સાયલા ચોટીલા હાઈવે પરથી ૧૩,૦૦૦ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા છે. ત્યારે સાઈલા- ચોટીલા હાઈવે પરથી સતત બીજા દિવસે દારૂનો મોટો જથ્થો પકડાતા હાઈવે બુટલેગરો માટે ફેવરિટ બન્યો હોય તેમ કુખ્યાત બન્યો છે. તો બીજી તરફ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સાયલા- ચોટીલા હાઈવે ઉપર આવેલી ફૂડકોર્ટ હોટલની સામે હાઇવે પર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે તપાસ કરતા ટેન્કર ચાલક શિવકુમાર ભગવાનસિંગ યાદવ રહે. નલગામના તા. કામગંજ જિ. ફારુખાબાદ ઉત્તરપ્રદેશ તેમજ ક્લીનર અભિષેક સુગરસિંગ યાદવ રહે. બિજોરી તા. કાયમગંજ જિ. ફારુખાબાદ ઉત્તરપ્રદેશવાળા હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૩,૦૦૦ બોટલો જેની કિંમત ૫૬,૮૭,૦૨૦ તેમજ ટ્રક જેની કિંમત ૧૫ લાખ, રોકડ રૂપિયા ૧૬૦૦, મોબાઈલ નંગ ૩ જેની કિંમત ૧૭,૦૦૦ મળી કુલ ૭૨,૦૫,૬૨૦નો મુદ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ટેન્કર માલિક તેમજ દારૂ ભરી આપનાર મોન્ટુભાઈ રહે. ગાંજીયાબાદ તથા દારૂ લેનાર રાજકોટનો માણસ બંનેના મોબાઈલ નંબરના આધારે તપાસ કરાશે. તેમજ અન્ય તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ- અમદાવાદ હાઈવે પરથી છેલ્લા બે દિવસમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેતા બુટલેગરો માટે હાઈવે કુખ્યાત બન્યો છે. ત્યારે ઉત્તરપ્રદેશ કે રાજસ્થાનથી છેક ગુજરાતના સાયલા- ચોટીલા સુધી દારૂનો મસમોટો જથ્થો પહોંચી જાય ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.



Google NewsGoogle News