રળોલના પાટિયા પાસે પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેઈલર પલટી ગયું

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
રળોલના પાટિયા પાસે પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેઈલર પલટી ગયું 1 - image


- લીંબડી-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માત

- હાલોતથી અમરેલી જઈ રહેલા ટ્રેલરના લીધે જાનહાનિ તો ટળી પણ એક તરફનો ટ્રાફિકજામ સર્જાયો

લીંમડી : લીંબડી-અમદાવાદા હાઈવે ઉપર રળોલના પાટિયા નજીક હાલોલથી અમરેલી જઈ રહેલું પવનચક્કીના પાંખિયા ભરેલું ટ્રેઈલર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે એક તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. 

હાલોલથી અમરેલી જઈ રહેલું પવન ચક્કીના પાંખિયા ભરેલું ટ્રેઈલર રળોલના પાટિયા પાસે કોઈ કારણોસર પલટી ખાઈ ગયું હતું. 

જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.  પરંતુ પવનચક્કીનું પાંખિયું રોડની વચ્ચે પલટી ખાઈ જવાના કારણે હાઈવે પર એક સાઈડનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે થોડી વાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. 

આ બનાવની જાણ થતાં પાણશીણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેઈલરને સાઈડમાં લેવડાવીને ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 


Google NewsGoogle News