પાટડીના સેડલા ગામે ઘરફોડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
પાટડીના સેડલા ગામે ઘરફોડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો 1 - image


- 12 દિવસ પહેલાં ચોરી કરી હતી

- ચોરીનો ભેદ ઉકેલી રોકડ બે લાખ, સોના-ચાંદીના દાગીના સહિત 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો  

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના બજાણા પોલીસ મથકની હદમાં સેડલા ગામે રહેણાંક મકાનમાં ૧૨ દિવસ પહેલા થયેલી ધરફોડ ચોરીના ગુનાના આરોપીને પોલીસે ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સેડલા ગામે રહેતા સલમાબેન બિસ્મીલ્લાખાન મલેકના રહેણાંક મકાનમાં તાળા તોડી અજાણ્યા શખ્સ દ્વારા રોકડ રૂા.૨ લાખ અને સોના-ચાંદીના દાગીના તેમજ કપડા સહીત રૂા.૩.૧૦ લાખના મુદ્દમાલની ચોરીનો બનાવ ગત તા.૨૮ સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. જે અંગે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 આ અંગે પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ચોરીના આરોપી વસીમખાન ઉર્ફે લાલો અલેફખાન મલેક (રહે.સેડલા)ને ઝડપી પાડયો હતો અને આરોપી પાસેથી રોકડ રૂા.૨ લાખ તેમજ સોનાના ટીક્કા, વીટી, સાંકળી સહિત કુલ રૂા.૨.૫૦ લાખનો મુદ્દામાલ રીકવર કરીને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News