ધ્રાંગધ્રાની સબજેલમાંથી કેદીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રાની સબજેલમાંથી કેદીએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો 1 - image


- જેલ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠયાં

- પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી : હત્યાની કોશીશના ગુનામાં આરોપી પાંચ મહિનાથી જેલમાં છે 

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીએ સોશિયલ મીડિયામાં જેલની અંદરથી જ બનાવેલો વીડિયો વાયરલ કરતાં ચકચાર મચી છે. જ્યારે વાયરલ વીડિયો ક્યારનો છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નહોતી. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વાયરલ વીડિયોમાં જણાઈ આવ્યા મુજબ ધ્રાંગધ્રા સબ જેલમાં પાટડી તાલુકામાં બનેલા હત્યાની કોશીશના ગુનામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદી વિશાલભાઈ દિનેશભાઈ ઠાકોરે જેલની અંદર જ મોબાઈલ દ્વારા ઈનસ્ટાગ્રામની રીલ બનાવી તેના વીડિયો જેલમાંથી જ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. જેમાં અલગ-અલગ બે ગીત પર રીલ બનાવી વીડિયો વાયરલ કરતા સ્થાનીક જેલર વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની સબ જેલમાં અગાઉ પણ કેદીઓ દ્વારા કોઈપણ જાતના ડર વગર જેલમાંથી જ વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા સબ જેલમાંથી અંદાજે પાંચ મહિનાથી સજા ભોગવી રહેલા કેદી દ્વારા વીડિયો જેલમાંથી વાયરલ કરતાં ફરી જેલર વિભાગની બેદરકારી સામે આવી છે. જો કે આ વીડિયો કેટલો જુનો છે, તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News