સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો
- જિલ્લામાં 1675 ટેસ્ટ કરવામાં આવ્યા
- શહેરમાં ૧૬૭૫ નાગરિકોનું શનિવારે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતુ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામા ૧૬૭૫ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેને હાલમાં હોમ આઈસોલેશન હેઠળ રાખવામા આવેલો છે.
સુરેન્દ્રનગર જિલ્લામા ૧૫૮૬ જેટલા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ૮૯ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા કુલ ૧૬૭૫ ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર શહેરમાંથી એક વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે ઓર્થોપેડીક વિભાગમાં સારવાર ચાલતી હોવાથી અને ઓપરેશન કરવાનું હોવાથી આ દર્દીના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે ઘરના અન્ય સભ્યોનો રીપોર્ટ નોર્મલ હોવાનું તેમજ દર્દીને સીસ્ટમ્સ ન હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે હાલ આ દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
શનિવાર સાંજના ૪ વાગ્યા સુધીમાં ૪૬૬૯ વ્યકિતને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૩,૭૩,૫૪૭ ડોજનું રસીકરણ થયુ હોવાનું જાણવા મળેલ છે.