ચોટીલાના ધારૈઈ ગામેથી 32 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ચોટીલાના ધારૈઈ ગામેથી 32 હજારના દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- દારૂ આપનાર વિંછીયાના શખ્સ સહિત બે સામે ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ધારૈઇ ગામે વિદેશી દારૂની૧૬૨ બોટલો અને બીયરના ૧૧ ટીન સાથે નાની મોલડી પોલીસે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ધારૈઈ ગામે હરેશભાઇ કરશનભાઇ જાડાના મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે નાની મોલડી પોલીસે દરોડો કર્યો હતો. જેમાં મકાનમાંથી  વિદેશી દારૂની નાની મોટી ૧૬૨ બોટલો, કિંમત રૂ.૨૯,૪૦૦ અને બીયરના ૧૧ ટીન સહીત કુલ રૂ. ૩૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે હરેશભાઇ જાડાને ઝડપી લીધો હતો.

જેની પુછપરછ હાથ ધરતા આ વિદેશી દારૂનો જથ્થો વિંછીયાના મોટા માત્રા ગામના ઇશ્વરભાઇ ભવાનભાઇ બાવળીયાએ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News