ગણપતિ ફાટસરમાં ઘરમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
ગણપતિ ફાટસરમાં ઘરમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો 1 - image


- 25 બોટલ વિદેશી દારૂ પકડાયો

- 19,600 નો મુદ્દામાલ કબજે કરી બે સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ.૧૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને વઢવાણ પોલીસે ઝડપી લીધો હતો. 

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરની પાસે રહેતા દેવુભાઇ લાખુભાઇ ડાભી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે વઢવાણ પોલીસ ટીમે દરોડો કર્યો હતો. 

જેમાં રહેણાંક મકાનમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૫ બોટલો તેમજ એક મોબાઇલ સહીત કુલ રૂા.૧૯,૬૦૦ના મુદ્દામાલ સાથે દેવુભાઇ ડાભીને ઝડપી લઇ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો લીંબડી તાલુકાના કટારીયા ગામે રહેતા વિનોદભાઇ મોહનભાઇ દુલેરાએ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

 વઢવાણ પોલીસ મથકે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વિનોદભાઇ દુલેરાને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News