લખતરના સાકર ગામેથી ગેરકાયદેસર નશીલી સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
લખતરના સાકર ગામેથી ગેરકાયદેસર નશીલી સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 1 - image


- એસઓજી પોલીસે નશીલી સીરપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો તેમજ તાલુકા મથકોમાં ગેરકાયદેસર રીતે સ્વાસ્થયને નુકશાનકારક નશીલી સીરપનું ધુમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એસઓજી ટીમે લખતર તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે લખતરના સાકર ગામે દુકાનમાંથી નશીલી સીરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ જીલ્લામાં પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર અને નશીલી સીરપનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એસઓજી પીઆઈ સહિતના સ્ટાફે લખતર તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન લખતરના સાકર ગામમાં દુકાન ધરાવતા સલીમભાઈ રહીમભાઈ સોરા ઉ.વ.૩૬, રહે.સાકર તા.લખતરવાળાને કોડીનયુક્ત નશીલી સીરપ (કોડીફ્રી-ટી) બોટલ નંગ-૭ કિંમત રૃા.૧,૦૭૩ સાથે ઝડપી પાડયો હતો તેમજ વધુ તલાશી લેતા મોબાઈલ કિંમત રૃા.૫,૦૦૦ મળી કુલ રૃા.૬,૦૭૩નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં ગેરકાયદેસર નશીલી સીરપનું વેચાણ વધતા યુવાધન બરબાદીના રવાડે ચડી રહ્યો છે તેમજ સહેલાઈથી નશીલી સીરપ મળી જતી હોવાથી યુવાનો તેમાં સોડામીશ્રીત કરી વ્યસન કરતા હોવાથી પરિવારો બરબાદ થઈ રહ્યાં છે ત્યારે જીલ્લામાં નશીલી સીરપના વેચાણ અંગે કડક ચેકીંગ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જ્યારે આ કામગીરીમાં એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટ સહિત સ્ટાફના પ્રવિણભાઈ, અશ્વિનભાઈ, અરવિંદસિંહ, અનિરૃધ્ધસિંહ સહિતનાઓ જોડાયા હતા.



Google NewsGoogle News