ગોદાવરીના પાટિયા પાસે ટ્રકની ટક્કરે એક વ્યક્તિનું મોત

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
ગોદાવરીના પાટિયા પાસે ટ્રકની ટક્કરે એક વ્યક્તિનું મોત 1 - image


- એક વ્યક્તિને ઈજાઓ પહોંચી 

- અકસ્માત સર્જી ટ્રક બોરડી સાથે ભટકાઈને વાડીમાં પલટી ખાઈ ગઈ  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મુળી રોડ પર ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલ પંચરની કેબીને ઉભેલા બે શખ્સોને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રકના ચાલક વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મુળી તાલુકાના ગોદાવરી ગામના બોર્ડ પાસે આવેલી પંચરની કેબીને ગોદાવરી ગામના જ ભયલાલભાઇ ઘનશ્યામભાઇ અગોલા અને જયેશભાઇ બાબુભાઇ જાદવ ઉભા હતા. તે દરમિયાન મુળી તરફથી પૂરઝડપે આવતા એક ટ્રકના ચાલકે કેબીને ઉભેલા બન્ને શખ્સોને અડફેટે લીધા હતા.

જેમાં જયેશભાઇ બાઇક પર બેઠા હોય ટ્રક જયેશભાઇ તેમજ બાઇકને કચડીને નજીકમાં આવેલી બોરડી સાથે ભટકાયો હતો અને બોરડી નીચે પડતા કેબીનભાંગી જતાં ભયલાલભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ ટ્રક વાડીમાં પલ્ટી ખાઇ ગયો હતો. 

આ ઘટનામાં જયેશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. જ્યારે  ભયલાલભાઇને ઇજાઓ પહોંચી હતી. આથી ભયલાલભાઇએ ટ્રકના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News