ખનન કરતું એસ્કેવેટર મશીન અને ડમ્પર ઝડપાયા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ખનન કરતું એસ્કેવેટર મશીન અને ડમ્પર ઝડપાયા 1 - image


- ખનિજ ચોરી અંગે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતીના ખનન પર ખાણખનીજ વિભાગની ટીમે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી એક એસ્કેવેટર મશીન તેમજ ડમ્પર સહીતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ ભોગાવો નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગની ટીમે દરોડો કર્યો હતો. જેમાં સ્થળ પરથી રેતીનું ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાયેલું એક એસ્કેવેટર મશીન તથા રેતીનું વહન કરવામાં ઉપયોગ કરતા એક ડમ્પર સહીતના સાધનો મળી આવ્યા હતાં. 

આથી ખાણખનીજ વિભાગની ટીમે જેસીબી તેમજ ડમ્પર સહીતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News