Get The App

ધ્રાંગધ્રામાં મેઇન બજારમાં લાગી ભીષણ આગ, 15 જેટલી દુકાનો ઝપેટમાં, ફાયરની ટીમ ઘટનાસ્થળે

હાલ સુધી કોઈને જાનહાનિ થઇ નથી : ચીફ ઓફિશર

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રામાં મેઇન બજારમાં લાગી ભીષણ આગ, 15 જેટલી દુકાનો ઝપેટમાં, ફાયરની ટીમ ઘટનાસ્થળે 1 - image


સુરેન્દ્રનગરમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં  મેઇન બજારની કાપડ બજારમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં 15 જેટલી દુકાનો ઝપેટમાં આવી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે. જો કે ચીફ ઓફિશરે જણાવ્યું હતું કે, હાલ સુધી કોઈને જાનહાનિ થઇ નથી. 

આગ પર કાબૂ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરો પ્રયાસ કરી રહ્યા છે

પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં વહેલી સવારે મેઇન બજારમાં આગ લાગવાને કારણે રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિતની અંદાજે 15 જેટલી દુકાનો ઝપેટમાં આવી જતા માલ સામાન બળીને ખાખ થયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે બજારમાં અફરાતફરી સર્જાઈ હતી. હાલ આગને કાબૂમાં કરવા 10થી ફાયર ફાઈટરો પ્રયાસ કરી રહ્યા છે તેમજ આર્મીના 50 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે વિરમગામથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા છે. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર આગને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. હાલ આ આગનું કારણ સામે આવ્યું નથી.

ધ્રાંગધ્રામાં મેઇન બજારમાં લાગી ભીષણ આગ, 15 જેટલી દુકાનો ઝપેટમાં, ફાયરની ટીમ ઘટનાસ્થળે 2 - image


Google NewsGoogle News