ચુલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ સળિયાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ચુલી ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ સળિયાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો 1 - image


- બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો

- 2100 કિલો સળિયા સહીત 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીક આવેલ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ સળીયાનો જથ્થો ભરી લઇ જતી પીકઅપ ગાડી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ૨૧૦૦ કિલો સળીયા તેમજ પીકઅપ ગાડી સહીત કુલ રૂા.૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ નજીકથી છળકપટ કે ચોરીથી સળીયાનો જથ્થો ભરી એક પીકઅપ ગાડી પસાર થવાની હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમને મળી હતી. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે ચુલી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં સળીયા ભરેલી એક પીકઅપ વાન પસાર થતાં પોલીસે પીકઅપ વાન અટકાવી હતી. 

અને પીકઅપ વાનના ચાલક સતિષ દેવાભાઇ ગોલતરની પુછપરછ હાથ ધરતાં સળીયાના જથ્થા અંગે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો તેમજ તેના બીલ કે આધાર પુરાવાઓ રજૂ ન કરી શકતા પોલીસે ૨૧૦૦ કિલો સળીયા કિંમત રૂા. ૧.૧૫ લાખ તથા પીકઅપ વાન કિંમત રૂા.૨ લાખ સહીત કુલ રૂા.૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી સળીયાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તે સહીતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News