પાનવા કેનાલ પાસે ખરાબામાંથી વિદેશી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
પાનવા કેનાલ પાસે ખરાબામાંથી વિદેશી દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો 1 - image


- અલગ અલગ બ્રાન્ડના 413 ચપલા કિંમત રૂા. 41,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે પાનવા ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે ખરાબામાંથી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ૪૧૩ ચપલા કિંમત રૂપિયા ૪૧૩૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે પાનવા ગામની નર્મદા કેનાલ પર દરોડો કરી કિશનસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલાની પુછપરછ કરતા તેમજ તેમનો મોબાઇલ ચેક કરતા વિષ્ણુભાઇ સેંધાભાઈ ઠાકોર નામના શખ્સે એક દિવસ પહેલા જ દારૂની ૧૦ પેટી આપી હોવાનુ જણાવતા આ દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા કિશનસિંહ ઝાલાએ આ દારૂનો જથ્થો પાનવા ગામની સીમમાં આવેલ રાયણ તલાવડી પાસે આવેલ ખરાબામાં સંતાડયો હોવાની કબુલાત કરતા પોલીસે તે સ્થળે તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના ૪૧૩ વિદેશી દારૂના ચપલા કિંમત રૂપિયા ૪૧૩૦૦ ના મુદ્દામાલ સાથે કિશનસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લીધા હતા જ્યારે વિષ્ણુભાઇ સેંધાભાઇ ઠાકોર હાજર મળી આવ્યા ન હતાં.


Google NewsGoogle News