થાનમાં દારૃની 183 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
- પોલીસે રૃા. 35,513 નો મુદ્દામાલ કબજે કર્યો
- વિદેશી દારૃનો જથ્થો લાવી આપનાર તેમજ પુરો પાડનાર સહિત 3 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : થાનના આંબેડકરનગર ૩મા રહેણાંક મકાનમાંથી એક શખ્સ દારૃની ૧૮૩ બોટલ સાથે ઝડપાયો છે. પોલીસે રૃા.૩૫,૫૧૩ની કિંમતનો દારૃના જથ્થો કબજે કરી લાવી આપનાર તેમજ મોકલનાર બે શખ્સો સહીત કુલ ૩ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
થાન આંબેડકરનગર-૩મા રહેતા દિપકભાઇ વિરજીભાઇ પરમારના ધરમાં થાન પોલીસે દરોડા કરતા વિદેશી દારૃની નાની મોટી ૧૮૩ બોટલ (કિં. રૃા.૩૫,૫૧૩) મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથે દિપકભાઇને ઝડપી પાડયો હતો. પુછપરછમાં દારૃનો જથ્થો કેતનભાઇ ઉર્ફે મલમ વિરજીભાઇ પરમારે લાવી આપ્યો હોવાનું અને આ જથ્થો પ્રકાશભાઇ લાલજીભાઇ સોલંકીએ આપ્યો હોવાની કબુલાત કરતા થાન પોલીસ મથકે કુલ ૩ શખ્સો સામે ફરીયાદ નોંધી હાજર નહીં મળી આવેલ બે શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.