ચોરીના એલ્યુમિનિયમના વાયર વેચવા ફરતો શખ્સ ઝડપાયો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ચોરીના એલ્યુમિનિયમના વાયર વેચવા ફરતો શખ્સ ઝડપાયો 1 - image


- ઘોળકામાં બંધ મકાનમાં ચોરી કર્યાની કબૂલાત

- પોલીસે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી

બગોદરા : ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે એક ઇસમ જીઈબીનાં એલ્યુમિનિયમનાં વાયર શંકાસ્પદ રીતે ચોરી છુપીથી ધોળકા જકાતનાકા આગળ વેચાણ કરવા માટે બે પ્લાસ્ટિકની થેલીઓ લઈને ફરી રહ્યો છે. 

જે આધારે પોલીસે આ ઇસમને ઝડપી પાડી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ આનંદભાઈ ઉર્ફે હની કનુભાઈ દેવીપૂજક ( રહે. ખાનનાં પરા, દેવીપુજક વાસ, ધોળકા ) જણાવ્યું હતું હતું. 

તેની પાસેથી  એલ્યુમિનિયમના વાયરો ઉપરાંત ૨૨ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. 

જે અંગે પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પંદર સત્તર દિવસ અગાઉ ધોળકાની સરસ્વતી કન્યા વિદ્યાલય સામે એક બંધ મકાનમાંથી રૂ. ૬૦ હજારની રોકડની ચોરી કરી હતી. ૩૦ હજાર રૂપિયા તેના ઘરે સંતાડી રાખ્યાની કબૂલાત કરી હતી. 

પોલીસે આરોપીની અટક કરી છે. પકડાયેલ આરોપી પાસેથી ૧૫ કિલો એલ્યુમિનિયમનાં વાયર, એક મોબાઈલ ફોન કિમત રૂ. ૫૦૦૦ અને રોકડ રૂપિયા ૫૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. 


Google NewsGoogle News