મુળીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ પકડાયો
- 34 ફીરકી મળી રૂ. 6800 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે મુળીમાં લારીમાંથી ચાઇનીઝ દોરીની ૩૪ ફીરકી સહીત કુલ રૂા.૬૮૦૦નો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી પોલીસને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે મુળીમાં મોટા કોળીપરામાં રહેતા વેલસીભાઇ ધરમશીભાઇ કોરડીયા પોતાના ઘર પાસે બહાર લારી રાખી ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરે છે.
જેના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કરીને વેલસીભાઇ ધરમશીભાઇ કોરડીયાને ૩૪ નંગ ચાઇનીઝ ફીરકી કિંમત રૂા.૬૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.