સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો 1 - image


- 11 શખ્સો સામે ગુનો નોંધાયો 

- એલસીબીએ 3 મોબાઈલની તપાસ કરતા અન્ય 10 શખ્સોના નામ ખૂલ્યા 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એલસીબી ટીમે ૮૦ ફૂટ રોડ પર આવેલા મયુરનગરમાં જાહેરમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી લીધો હતો. તેમજ શખ્સની પુછપરછ દરમિયાન વધુ ૧૦ શખ્સોના નામ ખુલતા એલસીબીએ કુલ ૧૧ શખ્સો સામે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર આવેલા મયુરનગર શેરી નં.બેમાં રહેતો વિરલભાઇ ભરતભાઇ ભાનુશાળી પોતાના મકાન બહાર જાહેરમાં આઈપીએલની ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. 

 એલસીબીએ વિરલભાઇને ૩ મોબાઇલ સાથે ઝડપી લઈ મોબાઈલમાં તપાસ હાથ ધરતાં ફોનમાં સાંકેતિક ભાષામાં અલગ અલગ નામ લખેલા હતા. જે અંગે પુછપરછ કરતા વધુ ૧૦ શખ્સોના નામ ખુલ્યા હતા. 

એલસીબીએ રૂ.૯,૧૮૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ ઉપરાંત કુલદીપસિંહ પરમાર, જીગાભાઇ પટેલ, સંજયભાઇ (ત્રણેય રહે. રતનપર), ગોપાલ ઉર્ફે દીગુ, સોનુભાઇ સંધી, ગોવિંદભાઇ (ત્રણેય રહે. જોરાવરનગર), મનદીપભાઇ,  લાલભાઇ, પુષ્પરાજસિંહ પરમાર (ત્રણેય રહે. સુરેન્દ્રનગર) અને જયેશભાઇ નંદા (રહે. જામનગર) મળી કુલ ૧૧ શખ્સો સામે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News