સુરેન્દ્રનગરમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો 1 - image


- દરોડા દરમિયાન એક શખ્સ ફરાર

- દારૂ, બે મોબાઈલ, બાઈક સહિત 47 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ખાટકીવાડમાં બાઇકમાં વિદેશી દારૂ સાથે પસાર થતાં બે પૈકી એક શખ્સને બિ-ડિવિઝન પોલીસ ટીમે ઝડપી લીધો હતો અને એક ફરાર થઇ ગયો હતો. પોલીસે દારૂ તેમજ બાઇક સહીત  રૂા.૪૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સિટી બિ-ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખાટકીવાડમાં બે શખ્સો બાઇકમાં વિદેશી દારૂ લઇ આવી રહ્યા છે. આથી પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ પસાર થતાં જયપાલસિંહ ગજેન્દ્રસિંહ રાણા અને જયુભા ઉર્ફે જયદીપસિંહ વિરમસંગ રાઠોડ નામના બે શખ્સોને અટકાવવાનો પ્રયાસ કરતા જયુભા રાઠોડ નાસી છુટયો હતો.

 જ્યારે જયપાલસિંહ રાણાને ઝડપી લઇ તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ-૬, બે મોબાઇલ તેમજ એક બાઇક સહીત કુલ રૂા.૪૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને ફરાર શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News