ચોટીલા આણંદપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતો શખ્સ ઝડપાયો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
ચોટીલા આણંદપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતો શખ્સ ઝડપાયો 1 - image


- વર્લી મટકાના આંકફેરનો જુગાર રમાતો હતો

- પોલીસે રોકડા રૂા. 12,200 તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 13,700 નો મુદ્દામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર : ચોટીલા હાઇવે પર આવેલ આણંદપર ચોકડી નજીક એક શખ્સ જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમી રહ્યો હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સે પોલીસ ટીમને જોઇને નાસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચોટીલા પોલીસે તે શખ્સને ઝડપી લઇ પુછપરછ કરતા તેનું નામ કમલેશભાઇ ઉર્ફે રાહુલ દીનેશભાઇ મેટાળીયા રહે. ચોટીલાવાળો હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કમલેશભાઇ પાસે રહેલા મોબાઇલની તલાશી લેતા મોબાઇલમાં વોટ્સઅપમાં વર્લી મટકાના આંકડા લખેલા જોવા મળ્યા હતા આથી પોલીસે રૂા.૧૫૦૦ની કિંમતનો મોબાઇલ તેમજ રોકડા રૂા.૧૨,૨૦૦ સહીત કુલ રૂા.૧૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News