રતનપરમાં એક શખ્સ પર ઘાતક હથિયારો વડે હુમલો,ગંભીર ઇજા

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
રતનપરમાં એક શખ્સ પર ઘાતક હથિયારો વડે હુમલો,ગંભીર ઇજા 1 - image


- મકાન,રૂપિયા આપવાની માંગ કરી ધમકી આપી

- પીયરમાં રહેતી પત્ની સહિત 6 શખ્સોએ માર માર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે .

જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે .

તેમ જણાવી ફરિયાદીને ગાળો આપી ઉશ્કેરાઈ જઈ હાથે-પગે તેમજ માથાના ભાગે લોખંડના પાઈપ અને લાકડાના ધોકાવડે ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટયા હતા ત્યારે ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં .

જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ૬ શખ્સો (૧) નુરજહાંબેન મુસાભાઈ કાજડીયા (પત્ની) (૨) મહેબુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૩) અયુબભાઈ મુસાભાઈ કાજડીયા (સાળો) (૪) આયશાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૫) ઝરીનાબેન મુસાભાઈ કાજડીયા (સાળી) (૬) જીનતબેન મુસાભાઈ કાજડીયા (સાળી) તમામ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News