Get The App

હળવદ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય દીવ્ય શાકોત્સવ યોજાયો

Updated: Nov 26th, 2022


Google NewsGoogle News
હળવદ સ્વામિનારાયણ મંદિર  ખાતે ભવ્ય દીવ્ય શાકોત્સવ યોજાયો 1 - image


- 12  હજારથી વધુ હરીભક્તો ઉમટી પડયાં

હળવદ : હળવદ સ્વામિનારાયણ જુના (ટાવરવાળા) મંદિર ખાતે ભવ્ય દિવ્ય સ્મરણીય શાકોત્સવ માં ૧૨  હજાર થી વધુ હરીભક્તો ઉમટી પડયા હતા. 

શાકોત્સવ માં ૭૦ મણ રીંગણાં,૨૫૦૦૦ રોટલા ૬૦ મણ બૂંદી, ૨૫૦ કિલો ખીચડીનો પ્રસાદ ભક્તોએ ગ્રહણ કર્યો હતો. હળવદ શહેરના સામતસર સરોવર ના કાંઠે સ્વામિનારાયણ પ્રસાદી મંદિર આયોજિત મૂળી ધામ મંદિરના ૨૦૦ વર્ષના ઉત્સવ અંતર્ગત સ્મરણિય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ. લાલજી મહારાજના આશીર્વચન હરિભક્તોએ લીધા હતા. ભક્તિનંદન સ્વામીએ જણાવ્યું કે, ૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને ઉજવેલા ઉત્સવની સ્મૃતિમાં આજેપણ  શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. 

તો સાથે મૂળી ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે બંધાવેલા મંદિરને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય તેના ઉત્સવના ભાગરૂપે હળવદ શહેરના સામતસર તળાવ કાંઠે દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધામો ધામથી સંતો પધાર્યા હતા અને હરિભક્તોને આશીર્વચન આપ્યા હતા. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ.લાલજી મહારાજ, વજેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.


Google NewsGoogle News