ધ્રાંગધ્રાના સોલડી પાસે કંપનીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી
- પાંચથી છ શખ્સો સીસીટીવીમાં થયા કેદ
- ફેકટરી માલિકે કિંમતી વસ્તુ ચોરી થઈ નથી કહી ફરિયાદ નોંધાવી હતી
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે આવેલી એક કંપનીમાં રાત્રીના સમયે ચડ્ડી બનીયાન ગેંગ દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સમગ્ર બનાવના સીસીટીવી કુટેજ સામે આવ્યા છે.
ધ્રાંગધ્રાના સોલડી ગામ પાસે આવેલી એક કંપનીમાં ૯ નવેમ્બરના રોજ રાત્રીના એક વાગ્યાની આસપાસ અંદાજે પાંચ જેટલા ચડ્ડી બનીયાનધારી શખ્સો ચોરી કરવાના ઈરાદે કંપનીમાં પ્રવેશ કર્યો હતો. ચડ્ડી બનિયાન ગેંગના સભ્યોએ કંપનીનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તમામ શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. આ મામલે કંપનીના જવાબદાર અધિકારી અને માલીકનો ટેલીફોનીક સંપર્ક કરતા તસ્કરો દ્વારા કંપનીમાંથી કોઈ કિંમત ચીજવસ્તુઓની ચોરી નહિં થઈ હોવાનું અને આ મામલે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ પણ નહીં નોંધાવી હોવાનું જણાવ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકામાં ચડ્ડી બનિયાન ગેંગ દ્વારા ચોરીનો બનાવ બનતા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભય ફેલાયો છે.