લખતર વિરમગામ હાઈવે ઉપર કડુ ગામ પાસે આઈશરમાં આગ લાગતા દોડધામ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
લખતર વિરમગામ હાઈવે ઉપર કડુ ગામ પાસે આઈશરમાં આગ લાગતા દોડધામ 1 - image


- અમદાવાદથી સુરેન્દ્રનગર જતી વખતે દુર્ઘટના થઇ

- ચાલક સમયસુચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો

સુરેન્દ્રનગર :  લખતર-વિરમગામ હાઈવે પર અચાનક આઈશરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જો કે સમય સુચકતાના કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી હતી.

 લખતર તાલુકાના કડુ ગામ નજીક અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ આઇસર નર્મદાના પુલ પર પહોંચતા આઈશરના કેબિનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. 

આઈશરના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો જયારે આઈશરમાં થોડી મીનીટોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા પુલની બાજુમાં રહેલ ખેતરમાંથી પાઇપલાઇન દ્વારા પાણીનો છંટકાવ કરી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો .

ને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.


Google NewsGoogle News