કેશોદનાં નુનારડાની સીમમાં ચાલતું જુગારધામ ઝડપાયું
ખેતરનાં મકાને અડ્ડો ચલાવતો શખ્સ ફરાર
જૂનાગઢ: કેશોદના નુનારડાની સીમમાં ખેતરના મકાનમાં ચાલતું જુગારધામ પોલીસે ઝડપી લઈ ત્રણ મહિલા સહિત સાતની અટક કરી રૂા.૧.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન વાડી માલિક હાજર મળી આવ્યો ન હતો.
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કેશોદના નુનારડા ગામની મોટી ઘંસારી ગામ તરફથી સીમ વિસ્તારમાં આવેલા મસરીભાઈ જગમાલભાઈ રામના ખેતરના મકાનમાં રેડ કરી નાલ ઉઘરાવી જુગાર રમતા પીપળીના ભરતભાઈ વિક્રમભાઈ રામ, જૂનાગઢના દિનેશભાઈ દોલતરામ મુલચંદાણી, લખન ભનુભાઈ પરમાર, હમીરભાઈ નારણભાઈ ભારવાડીયા, શ્વેતાબેન પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, નયનાબેન દિનેશભાઈ સોલંકી અને અનસુયાબેન પ્રકાશભાઈ ભલાણીની અટક કરી સ્થળ પરથી ત્રણ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂા.૧,૩૬,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેડ દરમ્યાન વાડી માલિક મસરીભાઈ રામ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે તમામ વિરૂધ્ધ જુગાર ધારા ૪ અને પ અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.