કોપરણીના શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
કોપરણીના શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ 1 - image


- વર્ષ 2022 માં ફરિયાદીએ જમીન ખરીદી હતી

- ખેતરમાં ખેડાણ કરવા 4 લાખ માંગી ધારિયું લઈ આવી ધમકી આપી હતી

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે રહેતા ખેડૂતે ગામના જ શખ્સ પાસેથી ખેતી માટેની જમીન ખરીદી કરી હતી પરંતુ ખેડૂત ખેતીકામ માટે ગયા તે દરમિયાન કોપરણી ગામનો જ શખ્સ ધારિયું લઇ ધસી જઇ ધમકી આપી હતી. ત્યારે આ મામલે ધમકી આપનાર શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

કોપરણી ગામના અને હાલ ધ્રાંગધ્રા ખાતે રહેતા બલભદ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાએ કોપરણી ગામના રંજનબેન અમથુભાઇ કોળી પાસેથી વર્ષ ૨૦૨૨માં રૂપિયા પ.૨૧ લાખનાં ખેતીની જમીન ખરીદી કરી હતી. ત્યાર બાદ આ જમીનમાં એરંડાનું વાવેતર કરી પાક લેવા જતા હતા, તે દરમિયાન કોપરણી ગામના જ વિક્રમભાઇ કરણાભાઇ કોળી ત્યાં ધારિયું  લઇ ધસી આવ્યા હતા અને તમારે આ ખેતર ખેડવાનું નથી અને હવે ખેતરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.

વધુમાં, આ ખેતરમાં તમારે ખેડાણ કરવું હોય તો રૂપિયા ૪ લાખ આપવા પડશે તેવુ કહ્યું હતુ. ત્યારે આ મામલે બલભદ્રસિંહ જાડેજા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કોપરણી ગામના વિક્રમભાઇ કરણાભાઇ કોળી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News