સુરેન્દ્રનગરમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મોત નિપજ્યું
- બાળકને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર પાણીની ટાંકીવાળા રોડ ઉપર આસ્થા હોસ્પિટલ વાળી ગલીમાંમકાનનુેં બાંધકામ ચાલે છે ત્યાં એક નાનુ બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.
આ બનાવની વિગત એવી છે કે, આસ્થા હોસ્પિટલવાળી ગલીમાં એક મકાનનું બાંધકામ ચાલુ છે. ત્યાં ૧૦૦૦ લીટરનો મોટો ટાંકો મુકેલ છે. ગઈકાલે સુરેન્દ્રનગરના જાણીતા ખોડીદાસ પતાસાવાળાના દિકરાનો નાનો દિકરો જીયાંશ હેમતભાઈ શેઠ રમતા રમતા ટાંકામાં પડી જતા ડુબી જવાથી તેનુ મોત નિપજેલ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ બાળક મળતા તેને સી.જે હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો.જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા અરેરાટી ફેલાઈ જવા પામેલ હતી.