Get The App

લીંબડી રાજકોટ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
લીંબડી રાજકોટ હાઈવે પર બંધ ટ્રક પાછળ ઘૂસી જતા કાર ચાલકનું મોત 1 - image


- મોરબીના કાર ચાલકનું મોત નિપજ્યું

- હાઇવે પર બંધ પડેલા વાહનોના કારણે અકસ્માત થયાનો વધુ એક કિસ્સો

લીંબડી : લીંબડી રાજકોટ હાઈવે પર પરશુરામ ધામ પાસે બંધ ટ્રક પાછળ ટ્રક કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજતાં ટ્રક ચાલક વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

મોરબી બોનીપાર્ક રાધે રેસિડેનસીમાં ફ્લેટ નં - ૭૦૧ મા રહેતાં મિશાલભાઈ રાજેશભાઈ મહેતા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમનાં મોટા ભાઈ કિશનભાઈ મહેતા તેમની કાર લઈને મોરબીથી અમદાવાદ કોઈક વ્યવહારીક કામ અર્થે જઈ રહ્યા હતા.

 તે સમયે લીંબડી નજીક પરશુરામ ધામ પાસે કોઈ ટ્રકનુ ટાયર ફાટેલ હોવાથી તે ટ્રક ચાલકે કોઈ આડસ, રીફલેકટર કે પાર્કીંગ ઇન્ડીકેટર લાઈટ ચાલુ રાખ્ય વગર અસલામત રીતે રોડ પર અન્ય વાહને અડચણરૂપ રાખ્યું હતું. જેને કારણે તેમના મોટા ભાઈ ની કાર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં કિશનભાઈ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને ત્યાંથી કિશનભાઈ ના મોબાઈલ માંથી અજાણ્યા વ્યક્તિએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા ભાઈ નો અકસ્માત થયો છે. જેથી તેઓ તેમનાં પરિવારજનો લઈને લીબડી આવ્યા હતા. ત્યારે લીંબડી સરકારી હોસ્પિટલના હાજર તબીબીએ જણાવ્યું હતું કે કિશનભાઈ ને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનુ સારવાર દરમિયાન મુત્યુ થયું છે. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તેમની ડેડબોડીને પીએમ અર્થે મોકલી આપી હતી. અને ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News