કાંધાસર પાસેથી 1.9 કિલો સુકા ગાંજા સાથે બાઈક ચાલક ઝડપાયો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
કાંધાસર પાસેથી 1.9 કિલો સુકા ગાંજા સાથે બાઈક ચાલક ઝડપાયો 1 - image


- જામનગરના શખ્સ વિરૃદ્ધ ગુનો નોંધ્યો

- 19 હજારના ગાંજાના જથ્થા સહિતનો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ચોટીલા તાલુકાના કાંધાસર ગામના પાટીયા પાસેથી સુકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એસઓજી ટીમે ચોટીલા તાલુકામાં બાતમીના આધારે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન કાંધાસર ગામના પાટીયા પાસેથી હુશેન અલીમહમંદ સંધી (રહે.જામનગર)ને ગાંજાનો જથ્થો લઈ બાઈક પર પસાર થતા ઝડપી પાડયો હતો. 

તેની પાસેથી ૧.૯ કિલો સુકા ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજીએ રૃા.૧૯,૦૦૦નો ગાંજો તેમજ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા શખ્સ વિરૃધ્ધ ચોટીલા પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News